ઉચ્ચ આવક ધરાવતા વાલીઓને બાળકો સાથે દરરોજ વાંચનનો સમય જ નથી

ઓછી આવક ધરાવતા વાલીઓ સંતાનો માટે વધુ સમય ફાળવે છે

Tuesday 06th October 2026 11:22 EDT
 
 

લંડનઃ એક લાખ પાઉન્ડ કે તેથી વધુ આવક ધરાવતા વાલીઓને સંતાનો સાથે દરરોજ વાંચન કરવાનો સમય જ મળતો નથી. ઉચ્ચ આવક ધરાવતા વાલીઓમાંથી માત્ર 44 ટકા જ પાંચ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો સાથે દરરોજ વાંચન કરે છે. તેની સરખામણીએ, વાર્ષિક 20થી 40 હજાર પાઉન્ડની આવક ધરાવતા ઘરોમાં 74 ટકા વાલીઓ બાળકો સાથે રોજ વાંચે છે.

અભ્યાસના આંકડા દર્શાવે છે કે, સૌથી વધુ કમાણી કરનાર વર્ગ પોતાના બાળકો સાથે દરરોજ વાતચીત કરવા (69 ટકા) અથવા દરરોજ રમત-ગમત કરવા (47 ટકા) માં પણ સૌથી પાછળ હતો. માત્ર 34 ટકા વાલીઓ જ પોતાના બાળકો સાથે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ કે પરિવાર અંગેની વાતો કરતા હતા. અહેવાલ મુજબ, સમગ્ર બ્રિટનમાં 51 ટકા વાલી પોતાના નાના બાળકો સાથે દરરોજ વાંચન કરે છે, જે અગાઉના વર્ષના 46 ટકા કરતા વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter