ઉત્તમ પરમાર ઓમેઝના ડ્રોમાં 3 મિલિયન પાઉન્ડનું આલિશાન ઘર જીત્યા

ઓમેઝ તરફથી સેટલ થવા માટે ઉત્તમને 50,000 પાઉન્ડ રોકડા અપાશે

Wednesday 17th August 2022 05:28 EDT
 
 

લંડન

58 વર્ષીય ઉત્તમ પરમાર ઓમેઝ મિલિયન પાઉન્ડ હાઉસ ડ્રોમાં 3 મિલિયન પાઉન્ડનું ચાર બેડરૂમનું કોર્નિસ હાઉસ જીત્યા છે. તે ઉપરાંત તેમને આ ઘરમાં સેટલ થવા માટે 50,000 પાઉન્ડ રોકડા પણ અપાશે. ઉત્તમ પરમાર અને તેમના પત્ની રાકી હાલમાં લિસેસ્ટરશાયરના એશ્બી-દ-લા-ઝાઉક નજીક 4 બેડરૂમના ઘરમાં વસવાટ કરી રહ્યાં છે.

ઉત્તમ પરમારે જણાવ્યું હતું કે, અમે પ્રાઇઝ જીત્યા છીએ તેવી જાણ કરતો કોલ ઓમેઝ તરફથી આવ્યો ત્યારે અમે હોસ્પિટલમાં હતા. અમે ઘણા ઉત્તેજિત થઇ ગયાં હતાં. અમને એમ લાગ્યું હતું કે, અમે ગ્રાન્ડ પ્રાઇઝ જીત્યાં છીએ. અમે અમારા દીકરા એરોનને કોલ કરીને વિનિંગ એન્ટ્રી કોડ ચકાસવા જણાવ્યું હતું. તેણે 3 વાર કોડ ચેક કરી અને ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.

ઓમેઝે ડ્રો શરૂ કર્યા ત્યારથી હું તેમાં ભાગ લેતો આવ્યો છું.. ધીરજના ફળ મીઠાં હોય છે અને હવે હું એક સ્વર્ગસમાન ઘર જીતી શક્યો છું. હું હંમેશા મને પોતાને નસીબદાર માનતો આવ્યો છું. મારી પાસે એક અદ્દભૂત પરિવાર છે. હું ડ્રોમાં ટીવી અને કોફી ટેબલ પણ જીતી ચૂક્યો છું. મને ક્યારેય અંદાજ નહોતો કે હું 3 મિલિયન પાઉન્ડનું ડ્રીમ હાઉસ જીતીશ.

ઉત્તમ પરમાર કહે છે કે અમે વર્ષોથી કોર્નવોલમાં વેકેશન માણતા આવ્યા છીએ અને હું હંમેશા અહીં એક ઘર હોવાના સ્વપ્ન જોયા કરતો હતો. આજે મારું સ્વપ્ન સાકાર થયું છે પરંતુ હજુ અમે એકબીજાને ચૂંટી ખણીને ખાતરી કરી રહ્યાં છીએ કે આ હકીકત છે કે નહીં. મારો પરિવાર ઘણો મોટો છે અને હવે તેઓ અહીં બર્થ ડે પાર્ટીઓ ઉજવવા આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter