ઉત્તમ પરમારે 25 પાઉન્ડની લોટરીમાં જીતેલું મકાન 4 મિલિયન પાઉન્ડમાં વેચવા કાઢ્યું

આટલો પોશ વિસ્તાર અમને પોસાય તેમ નથી, અમે લેસ્ટરમાં જ ખુશ છીએ – ઉત્તમ પરમાર

Wednesday 19th October 2022 04:50 EDT
 
 

લંડન

25 પાઉન્ડની લોટરીની ટિકિટ પર 3 મિલિયન પાઉન્ડનું કોર્નિશ મેન્શન જીતનાર ભારતીય મૂળના ઉત્તમ પરમારે આ મકાન વેચવા કાઢ્યું છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારના લોકો અત્યંત ધનાઢ્ય છે અને અમે તેમની સાથે તાલ મિલાવી શક્તાં નથી. 12મી ઓગસ્ટે ખુલેલા લોટરીના ડ્રોમાં લેસ્ટરના 58 વર્ષીય ઉત્તમ પરમારે આ આલિશાન મકાન જીત્યું હતું. જેના પાડોશી ગોર્ડન રામસે જેવા સેલિબ્રિટી છે. 8મી ઓક્ટોબરે માર્કેટ પ્લેસમાં વેચાણ માટે મૂકનાર ઉત્તમ પરમાર 39,99,975 પાઉન્ડનો નફો રળી લેવા માગે છે. મકાનની આ કિંમતમાં પરિવાર માટેના 50,000 પાઉન્ડનો સમાવેશ થાય છે અને મકાન મોર્ગેજ ફ્રી છે. તેમાં સ્ટેમ્પ ડ્યુટી અને લીગલ ફી પણ આવરી લેવાઇ છે.

ઉત્તમ પરમાર, તેમના પત્ની રાખી અને પરિવાર ફરી એકવાર તેમના લેસ્ટર સ્થિત નિવાસસ્થાનમાં પાછા ફરવા માગે છે. તેમનું કહેવું છે કે તેઓ આ નવા વિસ્તારમાં રહેવા સક્ષમ નથી. તેઓ આ વિસ્તારના ખર્ચા ખમી શક્તા નથી.

ઉત્તમ પરમાર કહે છે કે આ અત્યંત રમણીય સ્થળ અને મકાન છે પરંતુ અહીં ઘણા ધનાઢ્ય લોકો રહેતા હોવાથી અમે આ વિસ્તારમાં રહેવા સક્ષમ નથી. અમે લાંબા સમયથી લેસ્ટરમાં વસવાટ કરીએ છીએ અને ઘણા ખુશ છીએ. અણારે 4 મિલિયન પાઉન્ડના હોલીડે હોમની કોઇ આવશ્યકતા નથી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter