લંડન
ઉત્તર લંડનની એક સ્ટ્રીટમાં પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજપડી હતી. બેલસાઇઝ રોડ પર પરોઢિયે 2.50 કલાકે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે આ રોડ પરના 800 મીટરના વિસ્તારમાં 3 ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં. લંડન ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં તેમને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. આ વિસ્તારની કેટલીક સડકો પણ બંધ કરી દેવામાં આવી હતી અને લોકોને આ વિસ્તારમાંથી પસાર નહીં થવાની ચેતવણી અપાઇ હતી. વોટર કંપનીએ પાણીનો પ્રવાહ અટકાવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.

