ઉદ્યોગ સાહસિક તિજો જોસેફને આઉટસ્ટેન્ડિંગ એચિવરનો પુરસ્કાર

જોસેફ ફાઇનાન્સ, મોર્ગેજ, હેલ્થકેર, ટેકનોલોજી, પ્રોપર્ટી ડેવલપમેન્ટ જેવા સેક્ટરોમાં સક્રિય

Tuesday 02nd December 2025 09:22 EST
 
 

લંડનઃ મૂળ કેરળના ભારતીય મૂળના યુવા ઉદ્યોગ સાહસિક તિજો જોસેફને યુકેના બિઝનેસ સેક્ટરમાં અદ્વિતિય યોગદાન માટે વેસ્ટમિન્સ્ટર હોલમાં આયોજિત સમારોહમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પોલીસ એન્ડ ક્રાઇમ સારા જોન્સ દ્વારા સન્માનિત કરાયા હતા. યુકેના બિઝનેસ સેક્ટરમાં છેલ્લા એક દાયકાથી સક્રિય જોસેફને મલ્ટીપલ ઇન્ડસ્ટ્રી એવોર્ડ સમારોહમાં આઉટસ્ટેન્ડિંગ એચિવર પુરસ્કાર અપાયો હતો. તિજો જોસેફ ફાઇનાન્સ, મોર્ગેજ, હેલ્થકેર, ટેકનોલોજી, પ્રોપર્ટી ડેવલપમેન્ટ જેવા સેક્ટરોમાં કામ કરી રહ્યાં છે. એવોર્ડ સમારોહનું આયોજન કરનાર મંજુ શાહુલ હમીદ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, તિજોના બિઝનેસ નેટવર્કે મોટી સંખ્યામાં રોજગારની તકોનું સર્જન કર્યું છે. આ પ્રસંગે સાંસદો બેરોનેસ મંજિલા ઉદ્દિન, નતાશા આર્યન્સ, ક્રોયડોનના મેયર રિચર્ડ ચેટરજી, કાઉન્સિલર ડો. મંજુ શાહુલ હમીદ, ભારતીય હાઇ કમિશનના અધિકારી શાહિદ આલમ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter