લંડનઃ યુકેની સરકારો દ્વારા વિઝા અને ઇમિગ્રેશન નીતિઓ આકરી બનાવાતાં માઇગ્રેશનના આંકડા પર સ્પષ્ટ અસર વર્તાઇ રહી છે. છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો સહિત વિદેશીઓ દેશ છોડીને ચાલ્યા ગયાં છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના વર્ષ 2024ના એનાલિસિસ અનુસાર યુકેમાં અભ્યાસ માટે આવેલા 37000 ભારતીય વિદ્યાર્થી, 18000 વર્કર્સ અને અન્ય વિઝા પર આવેલા 3000 ભારતીય યુકે છોડીને ચાલ્યા ગયાં છે. સૌથી વધુ 45000 ચીની વિદ્યાર્થી અને વર્કર્સ યુકે છોડી ચૂક્યાં છે.
યુકે છોડી જનારા અન્ય વિદેશી નાગરિકોમાં 16000 નાઇજિરિયન, 12000 પાકિસ્તાની અને 8000 અમેરિકનનો પણ સમાવેશ થાય છે.
કેટલા ભારતીય યુકે છોડી ગયાં
37,000 વિદ્યાર્થી
18,000 વર્કર્સ
3,000 અન્ય વિઝાધારકો