ઉલેઝ વિસ્તરણને પગલે લંડનમાં નવી સ્ક્રેપેજ સ્કીમનો પ્રારંભ કરાયો

Wednesday 08th February 2023 06:30 EST
 

લંડન - લંડનમાં ઉલેઝના વિસ્તરણથી પડનારા આર્થિક બોજાથી ઓછી આવક ધરાવતા લોકોને 3000 પાઉન્ડ સુધીનું સ્ક્રેપ પેકેજ આપવાની ઘોષણા કરાઇ છે. જે અંતર્ગત લોકો તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરાવી નવા વાહનોની ખરીદી કરી શકશે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના એક અંદાજ અનુસાર 30,000 જેટલા વાહન માલિકો આ સ્ક્રેપેજ સ્કીમનો લાભ ઉઠાવી શકશે. આ યોજનાનો લાભ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. પોતાના લો એમિશન ઝોન ધરાવતા બર્મિંગહામ, બ્રિસ્ટોલ અને સ્કોટલેન્ડમાં આવી સ્ક્રેપેજ સ્કીમ ચાલી રહી છે. 2019થી 2006 પહેલાં રજિસ્ટર થયેલી યુરો 3 અને તેનાથી નીચેના સ્ટાન્ડર્ડની પેટ્રોલ કાર અને 2015 સુધી ખરીદાયેલી ડીઝલ કાર લંડનના ઉલેઝમાં પ્રદૂષણ ફેલાવતી કાર ગણાય છે. હવે ઉલેઝનો અમલ લંડનના નોર્થ અને સાઉથ સર્ક્યુલર સુધીની તમામ સડકો પર વિસ્તારવામાં આવ્યો છે. આ માટે આ વાહનચાલકોને 12.50 પાઉન્ડ પ્રતિ દિવસ ચૂકવવા પડે છે. 29 ઓગસ્ટથી ફરી એકવાર ઉલેઝનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે તેથી ટીએફએલે સ્ક્રેપેજ સ્કીમની ફરી શરૂઆત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter