ધર્મજ સોસાયટી લંડન સાથે સંકળાયેલા અને સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપી ચૂકેલા ઉષ્માબેન નિશીતભાઇ પટેલને તાજેતરમાં તેમની સામાજીક તેમજ સરકારી સેવાઅો બદલ MBE એવોર્ડ એનાયત કરાયો હતો.
ઉષ્માબેને તેમની ૧૩ વર્ષની સરકારી સેવાઅો દરમિયાન બે સરકારના ૩ વડાપ્રધાન અને સંખ્યાબંધ મિનિસ્ટર સાથે કામ કર્યું હતું અને વદાપ્રધાન કાર્યાલય સાથે પણ થોડોક સમય કાર્ય કર્યું હતું. ફાર્નબરો ખાતે રહેતા ઉષ્માબેનના પિતા મનહરભાઇ એચ. પટેલ અને માતા પુષ્પાબેન પટેલ ધર્મજ સોસાયટી લંડન સાથે સંકળાયેલા છે. તેમના પતિ નિશીતભાઇ પટેલ પણ ધર્મજ સોસાયટી, લંડનના કારોબારી સભ્ય છે અને તેમણે શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના ભંડોળ એકત્ર કરવા માટે સારી સેવા આપી હતી.