લંડનઃ આ ઊનાળામાં લંડન ઝૂ ખાતે યોગના વર્ગોનું સંચાલન કરવામાં આવશે. આ વર્ગો પેન્ગ્વિનના રહેઠાણની નજીક ચલાવવામાં આવશે તેથી ભાગ લેનારા લોકો પેંગ્વિનના સાનિધ્યમાં યોગ કરી શકશે. ઝૂ બંધ થયા પછી એક કલાકના વિનયાસા ક્લાસ ચલાવવામાં આવશે જેમાં ઇસ્ટ ઓફ એડનના યોગ નિષ્ણાતો માર્ગદર્શન આપશે. આ વર્ગોમાં તમામ લોકો ભાગ લઇ શકશે. તેમણે પોતાની સાથે ફક્ત યોગા મેટ અને પાણી લાવવાનું રહેશે. તે ઉપરાંત યોગના વર્ગો બાદ ભાગ લેનારાઓને પેંગ્વિન અંગે માહિતી પણ અપાશે.

