લંડનઃ વર્ષ 2025ની એ-લેવલ પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. ઇંગ્લેન્ડમાં રકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ટોચના ગ્રેડ હાંસલ કર્યાં છે. આ વર્ષે ગ્રેડના મામલામાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓને પાછળ રાખી દીધી છે. ઇંગ્લેન્ડમાં 1.1 મિલિયન વિદ્યાર્થી એ-લેવલની પરીક્ષામાં બેઠા હતા જેમાંથી 28.2 ટકાએ અને 9.4 ટકા વિદ્યાર્થીએ એસ્ટાર ગ્રેડ હાંસલ કર્યા છે. વેલ્સમાં 29.5 ટકા વિદ્યાર્થીને એ અથવા એ સ્ટાર ગ્રેડ પ્રાપ્ત થયાં છે. વેલ્સમાં આ વર્ષે ટોપ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ઇંગ્લેન્ડમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓને ટોપ ગ્રેડના મામલામાં પછડાટ આપી છે. 28.4 ટકા વિદ્યાર્થીની સામે 28 ટકા વિદ્યાર્થિનીઓને ટોચના ગ્રેડ હાંસલ થયાં છે.


