એ46 પર ગમખ્વાર અકસ્માત, લેસ્ટરના નીરૂ પટેલ અને ભામિની કરસનના કરૂણ મોત

કારમાં પ્રવાસ કરી રહેલી અન્ય એક મહિલાનું પણ મોત, એકને ઇજા

Tuesday 30th December 2025 09:24 EST
 
 

લંડનઃ લેસ્ટરમાં 20 ડિસેમ્બરના શનિવારે થયેલા એક ગમખ્વાર કાર અકસ્માતમાં લેસ્ટરના નીરૂ પટેલ અને ભામિની કરસનના કરૂણ મોત થયાં હતાં. અકસ્માતમાં એક અન્ય મહિલાનું પણ મોત થયું હતું પરંતુ તેમના પરિવારે નામ જાહેર કરવાની મનાઇ ફરમાવી હતી.

શનિવારે રાત્રે એ46 પર થ્રસિંગટન અને સિલબી વચ્ચે મહિલાઓ જેમાં પ્રવાસ કરી રહી હતી તે બીએમડબલ્યુ કાર સડક પરથી ફંટાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં જ પ્રવાસ કરી રહેલા ચોથા વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરાતાં મધરાત બાદ 1.01 કલાકે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસને જાણ કરનાર મહિલાને ઇજા પહોંચી હતી. પોલીસે ભયજનક ડ્રાઇવિંગની શંકાના આધારે એક 37 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. જોકે તેને પાછળથી મુક્ત કરાઇ હતી.

બે સંતાનના માતા નીરૂ પટેલના પરિવારે જણાવ્યું હતું કે, નીરૂ પટેલ અત્યંત પ્રેમાળ, દયાળુ અને આસ્થાવાન મહિલા હતા. ભામિનીના પરિવારે જણાવ્યું હતું કે, તેઓ એક પ્રેમાળ અને પ્રતિબદ્ધ માતા અને પત્ની હતા. સીરિયસ કોલિશન ઇન્વેસ્ટિગેશન યુનિટના મેડેલિન હેય્સે જણાવ્યું હતું કે, અમે પુરાવા એકત્ર કરવા માટે આખી રાત અને દિવસ કામ કરતા રહ્યાં હતાં. અમે અકસ્માતને નજરે જોનારા સાક્ષીઓને સામે આવવા અપીલ કરી છે. તેઓ લેસ્ટરશાયર પોલીસને 101 પર કોલ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter