એઆઇ અને રિસર્ચમાં સહકાર વધારવા યુકે-ભારત વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા

Tuesday 24th February 2026 11:53 EST
 
 

લંડનઃ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી એઆઇ ઇમ્પેક્ટ સમિટની સાથે સાથે યુકે અને ભારત વચ્ચે એઆઇ, નવી ટેકનોલોજી અને સંશોધનમાં સહકાર મજબૂત બનાવવા દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. યુકેના એઆઇ મિનિસ્ટર કનિષ્કા નારાયણ અને ભારતના સાયન્સ એન્ડ ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે એઆઇ અને ઓનલાઇન સેફ્ટી પર મંત્રણા કરી હતી.

બંને પક્ષે એપ્રિલ 2023માં હસ્તાક્ષર કરાયેલા યુકે-ઇન્ડિયા રિસર્ચ એન્ડ ઇનોવેશન એમઓયુની સમીક્ષા કરી હતી. આ એમઓયુ અંતર્ગત બંને દેશની સરકારી એજન્સીઓ, યુનિવર્સિટીઓ, રિસર્ચ સંસ્થાનો, સ્ટાર્ટ અપ્સ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે સહકારને પ્રોત્સાહન અપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter