લંડનઃ ભારતમાં આયોજિત એઆઇ સમિટમાં ભાગ લેવા પહોંચેલા યુકેના એઆઇ મિનિસ્ટર કનિષ્કા નારાયણ મૂળ ભારતના બિહારના છે. ભારતની મુલાકાત દરમિયાન તેઓ જન્મભૂમિની મુલાકાતે પહોંચ્યા હતા. પટણામાં જનતાદળ યુના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ સંજય કુમાર ઝાએ તેમની યજમાની કરી હતી. નારાયણે જણાવ્યું હતું કે, 20 કરતાં વધુ વર્ષ પછી હું મારી જન્મભૂમિની મુલાકાતે આવ્યો છું. હું અહીં ઘણો વિકાસ જોઇ શકું છું.


