એઆઇના કારણે લંડનમાં 10 લાખ નોકરી પર જોખમઃ મેયરની ચેતવણી

3 લાખ લંડનવાસીઓની નોકરીઓ પર સીધું જોખમઃ સાદિક ખાન

Tuesday 05th May 2026 11:37 EDT
 
 

લંડનઃ મેયર સર સાદિક ખાન દ્વારા પ્રકાશિત એક નવા અહેવાલ મુજબ, લંડનના 10 લાખથી વધુ કામદારો એવી નોકરીઓ કરી રહ્યા છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને કારણે મોટા ફેરફારો આવવાની શક્યતા છે. જનરેટિવ AI ના વધતા પ્રભાવ વચ્ચે મેયરે પાટનગરના નોકરીયાતો પરના જોખમ અંગે લાલ બત્તી ધરી છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનના અન્ય કોઈપણ પ્રદેશ કરતા લંડનનું લેબર ફોર્સ AI થી વધુ જોખમમાં છે. આશરે 3,00,000 લંડનવાસીઓ હાઈલી એક્સપોઝ્ડ શ્રેણીમાં છે, જેમનું દૈનિક કામ હવે AI દ્વારા થઈ શકે તેમ છે. તે ઉપરાંત વધારાના 7,48,000 કામદારો 'સિગ્નિફિકન્ટલી એક્સપોઝ્ડ' છે, એટલે કે તેમના કામના અમુક હિસ્સાનું ઓટોમેશન થઈ શકે છે.

લંડનના 46 ટકા કામદારો એવી નોકરીમાં છે જ્યાં AI તેમના કાર્યોમાં મોટો હિસ્સો ભજવી શકે છે. સિટી હોલના અભ્યાસ અનુસાર વહીવટી સ્ટાફ, બ્રોકર્સ, પેરોલ મેનેજર અને બુક કીપર્સની નોકરીઓ પર સૌથી વધુ જોખમ રહેલું છે. તે ઉપરાંત અર્થશાસ્ત્રીઓ, નાણાકીય સલાહકારો, એકાઉન્ટન્ટ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને સોફ્ટવેર ડેવલપર્સની નોકરીઓ પણ નોંધપાત્ર જોખમ ધરાવે છે. આઇટી સિસ્ટમ ડિઝાઇનર્સ, સેલ્સ અને એડવર્ટાઇઝિંગ ડિરેક્ટર્સ તેમજ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સની નોકરીઓ પણ મધ્યમ જોખમનો સામનો કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter