એક દાયકામાં રાજવી પરિવારની સંપત્તિમાં બમણો વધારો

પ્રિન્સ વિલિયમની સંપત્તિ કિંગ ચાર્લ્સ ત્રીજા કરતાં પણ વધુ

Wednesday 21st September 2022 06:12 EDT
 
 

લંડન

બ્રિટનના રાજવી પરિવારની સંપત્તિ છેલ્લા એક દાયકામાં બમણી થઇ છે. નવાઇની વાત તો એ છે કે બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ ત્રીજા કરતાં તેમના વારસ જાહેર થયેલા પ્રિન્સ વિલિયમની સંપત્તિ વધુ છે. કિંગ ચાર્લ્સની સંપત્તિ 900 મિલિયન પાઉન્ડ થવા જાય છે જ્યારે પ્રિન્સ વિલિયમની સંપત્તિ 1.05 બિલિયન પાઉન્ડ છે. પ્રિન્સ હેરી અને મેઘાન મર્કેલની સંપત્તિ 20 મિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. કિંગ ચાર્લ્સના બહેન પ્રિન્સેસ એનની સંપત્તિ 50 મિલિયન પાઉન્ડ તો ભાઇ પ્રિન્સ એડવર્ડની સંપત્તિ 10 મિલિયન પાઉન્ડ છે. પ્રિન્સ એન્ડ્રુની સંપત્તિ પાંચ મિલિયન પાઉન્ડ હોવાનું મનાય છે. માર્ચ 2012માં રાજવી પરિવારની કુલ સંપત્તિ 9 બિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ હતો જે માર્ચ 2022માં બમણી થઇને 18.3 બિલિયન પાઉન્ડ પર પહોંચી છે. આ સંપત્તિમાં ક્રાઉન એસ્ટેટમાં આવેલી 16.5 બિલિયન ડોલરની ઇમારતો સામેલ છે. તે ઉપરાંત ડચીસ ઓફ લેન્કેસ્ટર અને કોર્નવોલની સંપત્તિઓ પણ સામેલ છે. પિતા તરફથી પ્રિન્સ વિલિયમને ડચી ઓફ કોર્નવોલની સંપત્તિ વારસામાં મળતા નવા પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અબજોપતિ બની ગયા છે. કિંગ ચાર્લ્સને માતા તરફથી વારસામાં ડચી ઓફ લેન્કેશાયરની સંપત્તિ મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter