એક મિલિયનથી વધુ કાર ગંભીર ખામીને લીધે MOT ટેસ્ટમાં નિષ્ફળ

Wednesday 19th December 2018 02:19 EST
 

લંડનઃ યુકેમાં નોંધાયેલી એક મિલિયનથી વધુ કાર આ વર્ષે ગંભીર ખામીને કારણે MOT ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી. MOT ના નવા સુધારાયેલા કડક કાયદામાં આ ખામીઓને માર્ગ સુરક્ષા માટે અને પર્યાવરણ પર ગંભીર અસર કરે તેવી જોખમી ગણાવી હતી.

કાર ખરીદી માટે કારની સરખામણી કરતી વેબસાઈટ Motorway.co.uk દ્વારા નવેમ્બર ૨૦૧૮માં ફ્રિડમ ઓફ ઈન્ફર્મેશન દ્વારા MOT ટેસ્ટના મળેલા DVSA ડેટાના વિશ્લેષણમાં આ ચિંતાજનક તારણ બહાર આવ્યું હતું. આ ખામીઓમાં હાઈડ્રોલિક ફ્લુઈડનું લીકેજ, બ્રેકની સમસ્યા અને જોખમી વ્હીલનો સમાવેશ થાય છે.

નવા નિયમો મુજબ આ ખામીઓને ગંભીર, મુખ્ય અથવા નાની ખામીના પ્રકારમાં વહેંચાઈ છે. વાહનમાં ગંભીર અથવા મોટી ખામી હશે તો તે ટેસ્ટમાં પાસ નહિ થાય. જૂના MOT માં આપનું વાહન પાસ થાય અથવા ખામીઓને રિપેર કરાવવાની સલાહ સાથે પાસ થાય અથવા નાપાસ થઈ શકે.

તારણમાં જણાવાયું હતું કે ૨૦ મે ૨૦૧૮ના દિવસે MOT ના નવા કાયદા અમલી બન્યા હતા. ગંભીર ક્ષતિને લીધે ૧,૧૩૧,૩૭૬ કાર MOT ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી. ઓક્ટોબરમાં લગભગ ૯ ટકા આ કારણને લીધે જ ટેસ્ટ પાસ કરી શકી ન હતી. મે મહિનાથી સરેરાશ લગભગ ત્રીજા ભાગની એટલે કે ૩૨ ટકા કાર આ ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter