એક વર્ષના અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોને વિઝા અટકાવવાની તૈયારી

આશ્રિતોને યુકે બોલાવનાર વિદ્યાર્થીઓમાં ભારતીય અને નાઇજિરિયન સૌથી મોખરે

Tuesday 16th May 2023 11:40 EDT
 
 

લંડનઃ યુકેની સરકાર દેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના પરિવારજનોને યુકેમાં આવતા અટકાવવાની યોજના તૈયાર કરી રહી છે. 2019માં વિદેશી વિદ્યાર્થીઓના પરિવારજનોને જારી કરાયેલા વિઝાની સંખ્યા 16,047 હતી જે 2022માં 1,35,788 પર પહોંચી હતી. યુકેમાં પોતાના પરિવારજનોને બોલાવનારા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય અને નાઇજિરિયન વિદ્યાર્થીઓ મોખરે છે.

2019ની સંસદની ચૂંટણી સમયે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ માઇગ્રેશનમાં ઘટાડો કરવાનું વચન આપ્યું હતું. આંકડા દર્શાવે છે કે 2022માં માઇગ્રેશન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું. હવે યુકેનો શિક્ષણ વિભાગ, હોમ ઓફિસ અને ટ્રેઝરી વચ્ચે એક વર્ષના અભ્યાસક્રમમાં જોડાતા વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોને યુકેમાં આવતા અટકાવવા પર વિચારણા કરી રહ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના અભ્યાસક્રમો માંડ 9 મહિનાના હોય છે. મને નથી લાગતું કે આ પ્રકારના પગલાં લેવાથી ગ્લોબલ ટેલેન્ટને આકર્ષવાની અમારી ક્ષમતા પર કોઇ અસર પડશે.

2022માં યુકે દ્વારા પાંચ લાખ જેટલા સ્ટુડન્ટ વિઝા જારી કરાયાં હતાં જે 2019ની સરખામણીમાં 81 ટકા વધુ હતા. 2021-22માં યુકેમાં માઇગ્રેશન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter