લંડનઃ તાજેતરમાં ૧૭ પ્રતિનિધિ અને વક્તાઓને કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વિઝાનો ઈન્કાર કરાતા લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ડિરેક્ટર પીટર પ્લોટે બ્રિટન બહાર મિટિંગો યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે વિઝાના ઈનકાર પછી હોમ સેક્રેટરી સાજિદ જાવિદને પત્ર લખીને વિઝાની પ્રક્રિયા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
રોયલ સોસાયટીના પ્રમુખ વેન્કી રામકૃષ્ણને જણાવ્યું હતું કે આ પ્રકારના વિઝાના ઈનકાર બ્રેક્ઝિટ પછી ગ્લોબલ સાયન્સ હબ બનવાની બ્રિટનની યોગ્યતા સમક્ષ ખતરારૂપ હોવાના વલણના ભાગરૂપ છે અને વૈજ્ઞાનિકોનું સમુદાય તેનાથી ખૂબ ચિંતિત છે.


