લંડનઃ એડિનબરો કાઉન્સિલે પૂર્વ શિક્ષિકા અને રેસ રિલેશન એક્ટિવિસ્ટ સરોજ લાલની પ્રતિમા મૂકવાને સમર્થન આપ્યું છે. એડિનબરોમાં સરોજ લાલની પ્રતિમા પ્રથમ એશિયન વ્યક્તિની પ્રતિમા હશે. સરોજ લાલ 1970ના દાયકામાં સ્કોટિશ શાળામાં શિક્ષક બનનાર પ્રથમ એશિયન મહિલા હતા. 2020માં નિધન પહેલાં સરોજ લાલે તેમનું જીવન સમાન તકો માટેની લડાઇને સમર્પિત કર્યું હતું.