લંડનઃ એડિનબરોમાં 10મી માર્ચના રોજ રાતના સમયે એક બસ સ્ટોપ પર કરાયેલા હુમલામાં નાસિર એહમદનું મોત થયું હતું. પોલીસે આ હુમલાના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. એડિનબરોના લીથમાં ફેરી રોડ ખાતેના બસ સ્ટોપ પર થયેલા હુમલામાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. 38 વર્ષીય શંકાસ્પદ હુમલાખોરને એડિનબરો શેરિફ કોર્ટમાં રજૂ કરાયો હતો. 48 વર્ષીય નાસિર એહમદ અને અન્ય એક વ્યક્તિ બસ સ્ટોપ પર બસની રાહ જોઇ રહ્યાં હતાં ત્યારે તેમના પર હુમલો થતાં બંનેને એડિનબરો રોયલ ઇનફર્મરી ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. ગંભીર ઇજાઓના કારણે 15મી માર્ચે નાસિર હુસેનનું મોત થયું હતું.