લંડનઃ હોલીરૂડ વીકની ઉજવણીના પ્રારંભ સાથે કિંગ ચાર્લ્સ તૃતીયને પરંપરા અનુસાર એડિનબરોની ચાવી સુપ્રત કરાઇ હતી. પાઇપ્સ, ડ્રમ્સ અને તીરકામઠાં સાથે કિંગનો આવકાર કરાયો હતો. હીઝ મેજેસ્ટીને ગાર્ડ ઓઉ ઓનરની સાથે રોયલ સેલ્યૂટ પણ અપાઇ હતી. સ્કોટલેન્ડની રાજધાનીમાં કિંગના આગમનને વધાવવાની આ પૌરાણિક પરંપરા વર્ષોથી નિભાવવામાં આવે છે.