લંડન - હાલમાં MI5માં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહેલા એન કેસ્ટ-બટલર હવે આવતા મહિને યુકેની ગુપ્તચર સેવાનું સંચાલન કરશે. તે સર જેરેમી ફ્લેમિંગનું સ્થાન લેશે. GCHQ એ તેના 104 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા ડિરેક્ટરની નિમણૂક કરી છે.
વિદેશ સચિવે કીસ્ટ-બટલરને GCHQ ને નેતૃત્વ કરવા માટે આદર્શ ઉમેદવાર તરીકે વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કીસ્ટ-બટલર યુકેના રાષ્ટ્રીય સુરક્ષા નેટવર્કના હૃદયમાં એક પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જે આતંકવાદીઓ, સાયબર-ગુનેગારો અને ખરાબ વિદેશી શક્તિઓ દ્વારા ઉભા થતા જોખમોનો સામનો કરવામાં મદદ કરે છે. કીસ્ટ-બટલરે અગાઉ GCHQ માટે આતંકવાદ વિરોધી અને ગંભીર સંગઠિત અપરાધના વડા તરીકે કામ કર્યું હતું.


