એન વિડકોમ્બની હત્યાનું કોકડું ગૂંચવાયું, કાઉન્ટર ટેરરિઝમ સ્ક્વોડને તપાસ સોંપાઇ

Tuesday 14th July 2026 09:22 EDT
 
 

લંડનઃ પૂર્વ કન્ઝર્વેટિવ મંત્રી 78 વર્ષીય એન વિડકોમ્બની હત્યાનું કોકડું ગૂંચવાયું છે. આ રાજકીય હત્યા છે કે આતંકવાદી કૃત્ય તે અંગેની તપાસ હવે કાઉન્ટર ટેરરિઝમ સ્ક્વોડને સોંપાઇ છે. પોલીસે શંકાના આધારે 26 વર્ષીય યુવકની ધરપકડ કરી પૂછપરછ બાદ છોડી મૂક્યો હતો. ત્યારબાદ 28 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ડિટેક્ટિવ્સ આ મામલે વધુ પૂછપરછ કરી રહ્યા છે. પોલીસે ઉમેર્યું હતું કે આ ઘટનાને આતંકવાદ અથવા રાજકીય પ્રેરિત હુમલા તરીકે જોવામાં આવી રહી નથી. ગુરુવારે વિડકોમ્બ તેમના ગ્રામીણ નિવાસસ્થાને ગંભીર ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવા માટે જનતા પાસે મદદ માંગી હતી. ફોર્સની મેજર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ટીમના ડિટેક્ટિવ્સે જણાવ્યું કે તેઓ આ મૃત્યુ પાછળના સંજોગોની વ્યાપક તપાસ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter