પંજાબી મૂળની પ્રવીનાર વીના સિંહ મિસ યુનિવર્સ થાઇલેન્ડ બની
લંડનઃ પંજાબી મૂળની 28 વર્ષીય પ્રવીનાર વીના સિંહ મિસ યુનિવર્સ થાઇલેન્ડ 2025 જાહેર થઇ છે. બેંગકોકમાં 23 ઓગસ્ટના રોજ આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવીનારે આ તાજ હાંસલ કર્યો હતો. સ્પર્ધામાં 76 સ્પર્ધક સામેલ થયાં હતાં. બેંગકોકની પ્રાવ રુઆંગથોંગને ફર્સ્ટ રનર અપ અને ફુકેતની નારુમોન ડેલને સેકન્ડ રનર અપ જાહેર કરાયાં હતાં. પ્રવીનારનો જન્મ ચિઆંગ માઇમાં થયો હતો. તેણે રશિયન સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી.
0000000000000
અમેરિકાના મિશિગનમાં મોટેલના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ગુજરાતી યુવકનું મોત
લંડનઃ અમેરિકાના મિશિગન સ્ટેટની એક મોટેલના સ્વિમિંગપુલમાં નહાવા પડેલા ગુજરાતી યુવક દિક્ષિત પટેલનું ડૂબી જવાથી મોત થયું હતું. ગુજરાતના મહેસાણા જિલ્લાના નદાસા ગામના મૂળ વતની દિક્ષિતને તરતા આવડતું ન હતું. દિક્ષિતની પત્ની વનિતા હાલ ગર્ભવતી છે અને પતિનું મોત થતાં વિદેશમાં એકલી પડી ગઇ છે. તેને મદદ કરવા માટે ગુજરાતીઓને ક્રાઉડ ફંડિંગ માટે અપીલ કરાઇ છે.
0000000000000
કેનેડામાં ભણતા ચરોતરના યુવકે અમેરિકામાં 5 લાખ ડોલરનું ફ્રોડ આચર્યું
લંડનઃ અમેરિકાના વિસ્કોન્સિનમાં રોશન શાહની મની લોન્ડરિંગ સ્કીમ દ્વારા સીનિયર સિટિઝન્સ સાથે 5 લાખ ડોલરની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. સ્કેમર્સ લોકોને નાણા ગોલ્ડમાં કન્વર્ટ કરવાના બહાને છેતરતા હતા અને રોશન શાહ જેવા લોકોને તેમની પાસે મોકલાતા હતા. રોશન શાહે તેના પર મૂકાયેલા આરોપને નકારી કાઢ્યો છે. રોશન પર આરોપ છે કે તેણે અમેરિકાના વિવિધ સ્ટેટમાં ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી કેશ અથવા ગોલ્ડ મેળવ્યા હતા અને સ્કેમર્સને ટ્રાન્સફર કરી દેતો હતો. રોશન શાહ ભારતીય નાગરિક છે. તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને ત્યાંથી વિઝિટર વિઝા પ્રાપ્ત કરીને અમેરિકા પહોંચ્યો હતો.
0000000000000
વિઝા ફ્રોડમાં ન્યૂયોર્કના રામ પટેલને 20 મહિનાની કેદ, સાડા 8 લાખ ડોલરનો દંડ
અમેરિકાના વિઝા માટે ફેક આર્મ્ડ રોબરી કરાવવાના કેસમાં ન્યૂયોર્કના રામ પટેલ નામના એક ગુજરાતીને બોસ્ટનની ફેડરલ કોર્ટ દ્વારા 20 મહિના અને આઠ દિવસની જેલની સજા તેમજ સાડા આઠ લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. 38 વર્ષના રામ પટેલની સાથે-સાથે બલવીન્દર સિંઘ નામના એક પંજાબી પર વિઝા ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ધરપકડ બાદ રામ પટેલે તાજેતરમાં જ એટલે કે મે 2025માં જ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો અને ઓગસ્ટ 20ના રોજ તેને સજા સંભળાવવામાં આવી હતી.