લંડનઃ 7 વર્ષ પહેલાં એક મિત્રની મદદથી એનઆરઆઇ પતિની હત્યા કરનાર બ્રિટિશ નાગરિકને ભારતના ઉત્તરપ્રેદશની શાહજહાંપુરની અદાલતે ફાંસીની સજા ફરમાવી છે. મૃતક સુખજિતસિંહની પત્ની રમનદીપ કૌરને એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ પંકજકુમાર શ્રીવાસ્તવે દોષી ઠરાવી ફાંસીની સજા આપી હતી. રમનદીપ કૌરના મિત્ર ગુરપ્રીત સિંહને હત્યામાં મદદ કરવા માટે દોષી ઠેરવીને આજીવન કેદ અને રૂપિયા 3 લાખનો દંડ ફટકારાયો હતો.
2002માં નોકરી માટે બ્રિટન ગયેલા સુખજિતસિંહે 2005માં રમનદીપ સાથે લગ્ન કર્યાં હતાં અને 2016માં તેઓ તેમના સંતાનો સાથે શાહજહાંપુરની મુલાકાતે આવ્યા હતા. 1 સપ્ટેબર 2016ના રોજ રમનદીપ અને તેના મિત્ર ગુરપ્રીતસિંહે સુખજિતની હત્યા કરી નાખી હતી.

