લંડનઃ બ્રિટનમાં 15 હજાર ડોક્ટરોની અછતને કારણે NHS (નેશનલ હેલ્થ સર્વિસ) પડી ભાંગી છે. છેલ્લા 6 મહિનામાં ડોક્ટરો અને નર્સોની 8 હડતાલને કારણે દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ વધીને 70 લાખને પાર થઇ ગયું છે. આવી સ્થિતિમાં બ્રિટિશ દર્દીઓ સારી અને સસ્તી સારવાર માટે ભારત આવી રહ્યા છે. ગયા વર્ષે બ્રિટનથી લગભગ 1200 દર્દીઓ ભારતમાં આવ્યા હતા. આ વર્ષે આ આંકડો દસ ગણો વધીને 12 હજાર થવાની સંભાવના છે. NHSના વિદેશ ડેટા અનુસાર, આ વર્ષે માર્ચ સુધી બ્રિટનમાંથી લગભગ ત્રણ હજાર દર્દીઓ સારવાર માટે ભારત આવ્યા છે.
મેડિકલ ટુરિઝમ સંધિના પ્રયાસો, વધુ દર્દી આવશે
ભારત અને બ્રિટનમાં તબીબી સંધિ માટેના પ્રયાસો ચાલું છે. લંડન સ્કૂલ ઓફ હાઇજીન અને આઇઆઇએમ બંગ્લોર માટે આ માટે એક રિપોર્ટ તૈયાર કરી રહી છે. ટુકં સમયમાં તેનો રિપોર્ટ બ્રિટશ પીએમ ઋષિ સુનકને સોંપવામાં આવશે. જો સંધિ પર હસ્તાક્ષર થાય છે. તેમાં NHS બ્રિટનથી ભારતમાં સારવારનો ખર્ચ ઉઠાવશે. તેનાથી વધુ દર્દીઓ ભારત આવી શકશે. હાલમાં NHS માત્ર કેટલાક યુરોપિયન દેશોમાં સારવાર માટે ચુકવણી કરે છે.
ભારતીય હોસ્પિટલોને દર વર્ષે 40 કરોડ રૂપિયાનો નફો થાય છે.
લંડન સ્કૂલ ઓફ હાઇજીનના પ્રોફેસર, રિચાર્ડ સ્મિથનું કહેવું છે કે NHS દર્દીઓની સર્જરીથી ભારતની વિવિધ હોસ્પિટલને દર વર્ષે આશરે રૂ. 40 કરોડનો ફાયદો થાય છે. આ વર્ષે વધુ દર્દીઓ સારવાર માટે ભારત જશે આ આંકડો વધશે.


