એનએચએસના ભરોસે ડેન્ટલ સારવાર હવે દોહ્યલી બની

પાંચમાંથી 4 ડેન્ટિસ્ટ નવા એનએચએસ દર્દી લેતાં જ નથી

Tuesday 19th December 2023 13:33 EST
 
 

લંડનઃ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઇંગ્લેન્ડમાં દર પાંચમાંથી ચાર ડેન્ટિસ્ટ નવા એનએચએસ પેશન્ટ લેતાં નથી. તેના કારણે દાંતની સારવાર માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 82 ટકા કરતાં પણ વધુ ડેન્ટલ સર્જરી એનએચએસ કેરની માગ કરતા દર્દીઓને સારવાર આપવાનો ઇનકાર કરી રહી છે. સ્થિતિ એટલી વણસી છે કે 456 સર્જરીમાંથી ફક્ત 4 સર્જરી જ નવા દર્દીઓને સ્વીકારી રહી છે. નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ અને મિડલેન્ડ્સમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે.

એનએચએસમાં ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ હવે દોહ્યલી બની છે. એનએચએસમાં ડેન્ટલ સારવારને બચાવવાનો આધાર હવે રાજકીય ઇચ્છાશક્તિ પર રહેલો છે. લેબર પાર્ટીના એનાલિસિસમાં પણ જણાવવામાં આવ્યું છે કે 80 ટકા ડેન્ટલ સર્જરી નવા એનએચએસ દર્દીઓને લઇ રહી નથી. ડેન્ટિસ્ટો અને એનએચએસ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટનો પણ હેતૂ સરી રહ્યો નથી. હેલ્થ ડિપાર્ટમેન્ટે ઓગસ્ટ મહિનામાં જણાવ્યું હતું કે, તે ડેન્ટલ રિકવરી પ્લાન જાહેર કરશે પરંતુ તે દિશામાં હજુ કોઇ પગલાં લેવાયાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter