લંડનઃ બ્રિટનની નેશનલ હેલ્થ સિસ્ટમ એટલે કે એનએચએસ એ ગર્ભપાતથી પીડિત કર્મચારીને રજા આપવાની જાહેરાત કરી છે. એનએચએસએ મહિલા કર્મચારીઓ માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરી છે અને કહ્યું છે કે જો ગર્ભાવસ્થાના પ્રથમ 24 મહિનામાં કોઈપણ કારણસર મહિલાઓને કસુવાવડ થાય છે, તો તેમને 10 દિવસની રજા આપવામાં આવશે. સાથે જ તેના પુરૂષ સાથીદારને 5 દિવસની રજા આપવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય જો પ્રેગ્નન્સીના 6 મહિના પછી મહિલાનો ગર્ભપાત થાય છે તો આવી મહિલાઓ મેટરનિટી લીવ માટે પાત્ર બનશે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં દર ચોથી મહિલાનો ગર્ભપાત થાય છે.