એનએચએસની તર્જ પર સોશિયલ કેર સિસ્ટમનો પ્રસ્તાવ

એક એવી સિસ્ટમ જેમાં દરેક વ્યક્તિનું યોગદાન, દરેકને સુરક્ષા-કવચઃ વડાપ્રધાન

Tuesday 29th September 2026 10:30 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન એન્ડી બર્નહામે ઈંગ્લેન્ડના તમામ નાગરિકોને મફત સોશિયલ કેર સેવાઓ આપવાની યોજના રજૂ કરી છે, જેને તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં મતદારો સમક્ષ મૂકશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ એક એવી સિસ્ટમ હશે જેમાં દરેક વ્યક્તિ યોગદાન આપશે અને દરેક વ્યક્તિને સુરક્ષા-કવચ મળશે. તેમણે કરવેરામાં વધારાની શક્યતાને નકારી નહોતી અને સ્વીકાર્યું હતું કે આ નિર્ણય કેટલાક લોકો માટે મુશ્કેલ અથવા અપ્રિય હોઈ શકે છે.

બર્નહામે જણાવ્યું હતું કે તેઓ પોતાનું વિઝન સ્પષ્ટ કરવા માંગે છે. વ્હાઈટહોલના ટ્રબલશૂટર બેરોનેસ કેસી, જેઓ આ સમગ્ર મામલે રિવ્યૂ કરી રહ્યા છે, તે આ યોજનાને અમલમાં મૂકવાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ અંગે સલાહ આપશે.

બીજી તરફ, શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે આ મુદ્દે જણાવ્યું હતું કે વડાપ્રધાનના નિવેદનથી સંકેત મળે છે કે લેબર પાર્ટી આ સુધારાઓ માટે વધુ ટેક્સ વધારો ઈચ્છે છે, પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટી આવા કોઈ પગલાંને સમર્થન આપશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter