એનએચએસમાં અલ્ઝાઇમર અને ડિમેન્શિયાની નવી દવા ઉપલબ્ધ થશે

Tuesday 22nd September 2026 11:00 EDT
 

લંડનઃ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એ સંકેત આપ્યા છે કે નેશનલ હેલ્થ સર્વિસ ટૂંક સમયમાં જ અલ્ઝાઇમર અને ડિમેન્શિયાની નવી દવાઓ સાથે સારવાર આપવાનું શરૂ કરી શકે છે. લેકાનેમેબ અને ડોનાનેમેબ જેવી નવી મોલેક્યુલર દવાઓ રોગના પ્રારંભિક તબક્કામાં મગજના ક્ષયને ધીમો પાડવામાં અસરકારક સાબિત થઈ છે. અગાઉ તેની ઊંચી કિંમતોને કારણે એનએચએસ દ્વારા સ્વીકારવામાં આવી નહોતી. પરંતુ હેલ્થ સ્પેન્ડિંગ વોચડોગ (નાઇસ)ના મૂલ્યાંકન માપદંડો અને ખર્ચ નિયમોમાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારો બાદ આ દવાઓને પુનઃમૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવી રહી છે. જો આ વાટાઘાટો સફળ રહેશે તો હજારો દર્દીઓને આ અદ્યતન સારવારનો લાભ સરકારી તબીબી સેવા હેઠળ વિનામૂલ્યે અથવા રાહત દરે મળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter