લંડનઃ એનએચએસમાં હવે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સ સામેલ કરવામાં આવી રહી છે પરંતુ આ અભિયાનના કારણે દર્દીઓની સુરક્ષા જોખમમાં મૂકાવાની સંભાવના છે. પેરામેડિકલ કર્મચારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે વાહનો રિચાર્જ કરવામાં કલાકો લાગશે જેના કારણે દર્દીઓએ એમ્બ્યુલન્સ માટે વધુ રાહ જોવી પડશે. વાહનોની રેન્જ મર્યાદિત હોવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં તેમની સેવાઓ પર અસર પડશે. સારવારની પ્રાથમિકતા સામે પર્યાવરણને વધુ મહત્વ આપવાના આરોપ મૂકાઇ રહ્યાં છે તે સેવા આગામી મહિનાથી શરૂ કરાશે.
એક વ્હિસલ બ્લોઅરે ચેતવણી આપી છે કે સરકારી અધિકારીઓ ક્લિનિકલ નિર્ણયોમાં અનૈતિક અવરોધો ઊભા કરી રહ્યાં છે. એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા ગ્રીનર એનએચએસ ટીમ તૈયાર કરવામાં આવી છે જેને પગાર પેટે વર્ષે 3 બિલિયન પાઉન્ડ ચૂકવવામાં આવશે.