એનએચએસમાં ક્રાંતિકારી કેન્સર વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ

વ્યક્તિગત દર્દીના આધારે વેક્સિનની ટ્રાયલની નવી યોજના

Tuesday 04th June 2024 13:16 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં હજારો દર્દીઓને ક્લિનિકલ ટ્રાયલ અંતર્ગત ઝડપથી પર્સનલાઇઝ્ડ કેન્સરની વેક્સિન અપાશે. વિશ્વમાં પહેલીવાર કેન્સરના દર્દીઓના જીવ બચાવવા માટે એનએચએસ દ્વારા મેચમેકિંગ સ્કીમ અંતર્ગત આ પ્રયાસ કરાશે.

કેન્સરની સારવારમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર આ વેક્સિન કાયમી સારવાર બની રહેશે. તેમને થોડા જ સપ્તાહમાં દર્દીની અંગત જરૂરીયાત પ્રમાણે તૈયાર કરી લેવાશે. આ વેક્સિન દર્દીમાં કેન્સરની ગાંઠના પ્રકાર પ્રમાણે તૈયાર કરાશે અને તે શરીરને કેન્સરના કોષો શોધીને નાશ કરવાનો આદેશ આપશે જેથી દર્દીને ફરીથી કેન્સર થવાની સંભાવનાઓ નહીંવત બની જશે.

નવી યોજના અંતર્ગત જે દર્દી તેમના બ્લડ સેમ્પલ અને કેન્સરના સેલના સેમ્પલ આપવા તૈયાર થશે તેમને તાત્કાલિક આ ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ કરાશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવી વેક્સિન કેન્સરની સારવારમાં આશાનું નવું કિરણ લઇને આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter