લંડનઃ એક સ્વતંત્ર ઇન્કવાયરીમાં સરકારને જણાવવામાં આવ્યું છે કે એનએચએસમાં ડેન્ટિસ્ટ પાસે સારવાર લેવામાં ઉઠાવવી પડતી પરેશાનીઓ જરાપણ સ્વીકાર્ય નથી. બીબીસીની એક ઇન્કવાયરીમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર યુકેમાં 10માંથી 9 એનએચએસ ડેન્ટિસ્ટ ફેસિલિટી નવા દર્દીઓને સ્વીકારી રહી નથી. તેથી ઘણા દર્દીઓને સારવાર માટે સેંકડો માઇલ દૂર જવાની ફરજ પડી રહી છે. એક તરફ સરકાર કહી રહી છે કે તે એનએચએસમાં ડેન્ટલ સારવાર માટે પ્રતિ વર્ષ 3 બિલિયન ડોલરનો ખર્ચ કરી રહી છે પરંતુ હાઉસ ઓફ કોમન્સની હેલ્થ એન્ડ સોશિયલ કેર કમિટીનો રિપોર્ટ કહે છે કે સરકારે ઝડપથી આ દિશામાં કામ કરવાની જરૂર છે. 15 વર્ષ પહેલાં ડેન્ટલ રિફોર્મ્સ પરની ભલામણો સરકારને સોંપવામાં આવી હતી છતાં તેનો આજસુધી અમલ કરાયો નથી.
ગયા વર્ષે પણ બીબીસી દ્વારા કરાયેલા એક ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું કે, 10માંથી આઠ એનએચએસ ડેન્ટિસ્ટ ફેસિલિટી બાળકોને સારવાર આપી રહી નથી. મેથી જુલાઇ 2022ની વચ્ચે બીબીસીએ 7000 એનએચએસ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે, 200 જેટલી કાઉન્સિલમાં એનએચએસના ડેન્ટિસ્ટ પુખ્ત દર્દીઓને સારવાર આપી રહ્યાં નથી. નોર્થફ્લોક, લેન્કેશાયર, ડિવોન અથવા લિડ્સમાં એકપણ હોસ્પિટલ નવા દર્દીઓને સ્વીકારતી નથી.
જેની સામે સ્કોટલેન્ડમાં દર્દીઓને એનએચએસમાં ડેન્ટલ સારવાર સરળતાથી ઉપલબ્ધ બને છે. વેલ્સ, ઇંગ્લેન્ડ અને નોર્ધન આર્યલેન્ડમાં ફક્ત 7,9 અને 10 ટકા જ ડેન્ટિસ્ટ નવા દર્દીઓને સારવાર આપી રહ્યાં છે.
લોકો હવે ઘેર જ જાતે દાંત ખેંચી કાઢવા મજબૂર બન્યાં
લંડનઃ એનએચએસમાં ડેન્ટિસ્ટની ફી પોસાય નહીં તેમ હોવાથી લોકો પોતાના દાંત જાતે જ કાઢવા મજબૂર બની રહ્યાં છે. હેલ્થ એન્ડ સોશિયલ કેર કમિટીએ જણાવ્યું છે કે 21મી સદીમાં આ પ્રકારની મજબૂરી અને પીડાના પુરાવા જરાપણ સ્વીકાર્ય નથી. એક સરવે પ્રમાણએ 10 ટકા લોકોએ પોતાના દાંત જાતે જ ખેંચી કાઢ્યા હતા. ગયા વર્ષે 56 ટકા લોકોએ પોતાના દાંત ઘેર જ ખેંચી કાઢ્યા હતા. તેમનો આરોપ છે કે અમને ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ જ મળી નહોતી.


