એનએચએસમાં પેરાસીટામોલ સહિતની સામાન્ય દવાઓની અછત

દવાઓની અછત રાષ્ટ્રીય કટોકટી બની ગઇ છેઃ ફાર્માસિસ્ટો

Tuesday 29th September 2026 10:46 EDT
 

લંડનઃ પેરાસીટામોલ જેવી સામાન્ય દવાઓની અછતથી ઇંગ્લેન્ડની હોસ્પિટલો પ્રભાવિત થઇ રહી છે. ડઝનબંધ NHS ટ્રસ્ટોએ એસ્પિરિન, દુખાવાની દવા કો-કોડામોલ ( પેરાસીટામોલ અને કોડીનનું મિશ્રણ) અને રામિપ્રિલ જેવી બ્લડ પ્રેશરની ગોળીઓની અછત હોવાની ફરિયાદો કરી છે. વેપાર વિવાદો, વૈશ્વિક સંઘર્ષો અને ઉત્પાદન ક્ષેત્રે ઊભી થયેલી સમસ્યાઓને કારણે તાજેતરના વર્ષોમાં મૂળભૂત દવાઓની સપ્લાય ચેઈન કેટલી નાજુક બની ગઈ છે તે આ અછત પરથી સ્પષ્ટ થાય છે.

ફાર્માસિસ્ટોનું કહેવું છે કે સપ્લાયની સમસ્યા હવે રાષ્ટ્રીય કટોકટી બની ગઈ છે અને કેટલાક કિસ્સાઓમાં દર્દીઓને અઠવાડિયાઓ સુધી તેમની નિયમિત દવાઓ મળી રહી નથી. સૌથી વધુ અછત એસ્પિરિનની જોવા મળી રહી છે. તેનો ઉપયોગ દુખાવો ઘટાડવા અને લોહી ગંઠાઈ જવાનું જોખમ ઘટાડવા માટે થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter