એનએચએસમાં પ્રથમવાર ઉંદરીની સારવાર ઉપલબ્ધ બનશે

Tuesday 27th February 2024 11:06 EST
 

લંડનઃ એનએચએસમાં પહેલીવાર ઉંદરીની સારવારની મંજૂરી આપવામાં આવતાં હજારો દર્દીઓને લાભ થશે. એલોપેસિયા યુએના જણાવ્યા અનુસાર ઘણા લાંબા સમયથી એનએચએસમાં ઉંદરીની સારવાર અપાતી નહોતી તેથી આ નિર્ણય ઐતિહાસિક છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સના નિર્ણયને પગલે ઉંદરીની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને વાળનો ગ્રોથ વધારવા માટે રોજની એક ગોળી પ્રિસ્ક્રાઇબ કરી શકાશે. 14,000 જેટલા લોકો રિટેલેસિટિનિબ (લિટફુલો) થી લાભ મેળવી શકે છે. આરોગ્ય સંસ્થાએ ભલામણ કરી છે કે 12 વર્ષથી વધુ ઉંમરના ગંભીર એલોપેસીયા એરિયાટા ધરાવતા લોકોને ફાઇઝર દ્વારા નિર્મિત દવા આપવામાં આવે. એનએચએસમાં ઉપયોગ માટે નાઇસ દ્વારા ભલામણ કરવામાં આવેલ ઉંદરી માટેની પ્રથમ સારવાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter