એનએચએસમાં પ્રસુતાઓના મરણનું પ્રમાણ છેલ્લા બે દાયકાની ટોચે

મેટરનલ ડેથ માટે બ્લક ક્લોટ, હાર્ટ પ્રોબ્લેમ, સ્ટ્રોક, સેપ્સિસ અને અતિશય રક્તસ્ત્રાવ જવાબદાર

Tuesday 07th April 2026 10:48 EDT
 

લંડનઃ એનએચએસમાં પ્રસુતાઓના મરણનું પ્રમાણ છેલ્લા બે દાયકાની ટોચે પહોંચ્યું છે. ગર્ભાવસ્થા, પ્રસુતિ અને બાળકને જન્મ આપ્યાના તુરંત બાદ થતા મોતમાં મોટો વધારો થયો છે. એક એનાલિસિસ પ્રમાણે એનએચએસે 2013થી 2023 વચ્ચે 67 ચેતવણી જારી કરી હતી કે માતાઓમાં સંભવિત ઘાતક જટિલતાઓને ગંભીરતાથી લેવામાં આવે.

આજ દાયકામાં યુકેમાં મેટરનલ ડેથમાં 50 ટકાનો વધારો થયો હતો. આ દાયકામાં મેટરનલ ડેથ 12.8 ટકા પર પહોંચી ગયા હતા જે 2005માં 8.54 ટકા હતા. 2022 અને 2023માં 257 પ્રસુતાના મોત થયાં હતાં. એનએચએસમાં મેટરનલ સર્વિસમાં સુધારા માટે 748 ભલામણો કરવામાં આવી છે. મોતના સૌથી મોટા કારણોમાં બ્લક ક્લોટ, હાર્ટ પ્રોબ્લેમ, સ્ટ્રોક, સેપ્સિસ અને અતિશય રક્તસ્ત્રાવ હોય છે.

હોસ્પિટલોને આ પ્રકારની જટિલતાઓ ધરાવતી મહિલાઓની પુરતી ચકાસણી માટે 23 વાર સૂચના અપાઇ હતી. માનસિક આરોગ્ય અને સપોર્ટ સર્વિસ માટે 31 ભલામણ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter