એનએચએસમાં હડતાળોના કારણે 15 લાખ એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ કરાઇ

જુનિયર ડોક્ટરોની હડતાળના કારણે 91,048 એપોઇન્ટમેન્ટ, ઓપરેશન અને પ્રોસિજર રદ

Tuesday 05th March 2024 15:08 EST
 

લંડનઃ એનએચએસ ઇંગ્લેન્ડમાં હડતાળોના કારણે 15 લાખ એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડોક્ટર, નર્સ, પેરામેડિકલ અને ફિઝિયોથેરાપિસ્ટ સ્ટાફની હડતાળોના કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી છે. તાજેતરમાં 24થી 28 ફેબ્રઆરી વચ્ચે ડોક્ટરોની હડતાળના કારણે 91,048 એપોઇન્ટમેન્ટ, ઓપરેશન અને પ્રોસિજર રદ કરી દેવાયાં હતાં. એનએચએસ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે,  ડિસેમ્બર 2022થી શરૂ થયેલી હડતાળોના કારણે 14,24,269 એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ કરવાની ફરજ પડી છે.

હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે, હડતાળોના અંત માટે ટ્રેનિંગ લઇ રહેલા મેડિકલ કર્મચારીઓએ વ્યાજબી અપેક્ષાઓ સાથે મંત્રણા કરવી જોઇએ. હડતાળોના કારણે દર્દીઓ પર પડી રહેલી અસરને નજરઅંદાજ કરી શકાય નહીં. હડતાળોના કારણે મહત્વની સારવારમાં વિલંબથી હજારો દર્દીઓ પરેશાન થઇ રહ્યાં છે.

એટકિન્સે જણાવ્યું હતું કે, હું બીએમએ જુનિયર ડોક્ટર્સ કમિટીને વ્યાજબી અપેક્ષાઓ રજૂ કરવા અપીલ કરું છું જેથી મંત્રણાના ટેબલ પર આવી શકાય. હું ઇચ્છું છું કે એનએચએસનો સ્ટાફ દર્દીઓની સારવાર કરતો હોય, નહીં કે દેખાવો કરવામાં સામેલ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter