એનર્જી કંપનીઓને બળજબરીથી પ્રિપેમેન્ટ મીટર લગાવવાની પરવાનગી

નવા નિયમો સાથે ઓફજેમે એનર્જી કંપનીઓને છૂટ આપી

Tuesday 09th January 2024 11:29 EST
 

લંડનઃ એનર્જી કંપનીઓને કસ્ટમર્સના ઘરમાં બળજબરીથી પ્રિપેમેન્ટ મીટર લગાવવાની પરવાનગી આપી દેવાઇ છે. એક વર્ષ સુધી આ કામગીરી સ્થગિત કરાયા બાદ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફજેમે ઇડીએફ, ઓક્ટોપસ અને સ્કોટિશ પાવરને આ પરવાનગી આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી બિલની ચૂકવણી ન થઇ હોય તેવી સ્થિતિમાં કંપનીઓને બળજબરીથી આ પ્રકારના મીટર લગાવવાની પરવાનગી હતી પરંતુ બ્રિટિશ ગેસના કર્મચારીઓ ઓફજેમના નિયમોનું ઉલ્લંઘન કરીને મીટરો લગાવતા ઝડપાયા બાદ આ કામગીરી પર રોક લગાવી દેવાઇ હતી.

ઓફજેમ દ્વારા નવા નિયમો લાગુ કરાયાં છે જે અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપની સામે પગલાં લેવાશે તે ઉપરાંત દંડ પણ કરાશે. કંપનીએ આવા કિસ્સામાં 24 કલાકમાં સ્ટાન્ડર્ડ મીટર લગાવી આપવું પડશે અને ગ્રાહકને વળતર પણ ચૂકવવાનું રહેશે. ઓફજેમના ટીમ જાર્વિસે જણાવ્યું હતું કે, ગ્રાહકોની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે.

કોના ત્યાં મીટર નહીં લગાવી શકાય

-          કોઇ યુવા વ્યક્તિ સાથે રહેતી ન હોય તેવા 75 વર્ષથી વધુ વય ધરાવતા કસ્ટમરના ઘરમાં

-          બે વર્ષથી નાના બાળક ધરાવતા પરિવારના ઘરમાં

-          ઘાતકી બીમારી ધરાવતી વ્યક્તિના ઘરમાં


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter