લંડનઃ ૧૬ વર્ષથી નીચેની વયના બાળકોને એનર્જી ડ્રિંક્સ વેચવા પર સ્વૈચ્છિક પ્રતિબંધનો સુપરમાર્કેટ્સ દ્વારા છડોચોક ભંગ થઈ રહ્યો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. રિટેલર્સ ટેસ્કો, વેઈટરોસ, કો-ઓપ, એલ્ડી એન્ડ લીડલે આ વર્ષની શરૂઆતમાં એનર્જી ડ્રિંક્સ ખરીદનારા છોકરા ૧૬ વર્ષથી નાના લાગે તો તેમની પાસેથી ઉંમરનો પૂરાવો માગવાનું વચન આપ્યું હતું.
પરંતુ, ઈન્ડિપેન્ડન્ટ ટેસ્ટ પરચેઝીંગ સર્વિસ ‘સર્વ લીગલ’ દ્વારા જણાવાયું હતું કે યુકેના સુપરમાર્કેટ્સમાં કરાયેલા ૫૫૦ ટેસ્ટમાંથી ૫૪ ટકાએ બાળકોને તેમની ઉંમરની ખાતરી કર્યા વિના જ એનર્જી ડ્રિંક્સનું વેચાણ કર્યું હતું.

