એન્ડ્રુએ વાણિજ્ય રાજદૂત તરીકેના કાર્યકાળમાં એપસ્ટિનને ગુપ્ત માહિતી પહોંચાડી હતી

Tuesday 10th February 2026 09:16 EST
 
 

લંડનઃ એપસ્ટિન ફાઇલમાં સૌથી વિવાદાસ્પદ રહેલા પૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર વર્ષ 2010-11માં વાણિજ્ય રાજદૂત હતા ત્યારે એપસ્ટિનને ગુપ્ત માહિતી આપી હોવાનો આરોપ મૂકાયો છે. તાજેતરમાં જારી કરાયેલી એપસ્ટિન ફાઇલ્સ અનુસાર એન્ડ્રુએ મૂડીરોકાણની તકો અને તેમની સિંગાપોર, હોંગકોંગ અને વિયેટનામની મુલાકાતની માહિતી એપસ્ટિનને આપી હતી. આમ તેમણે વાણિજ્ય રાજદૂત તરીકે સંવેદનશીલ માહિતી ગુપ્ત રાખવાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું.

એન્ડ્રુ સામેની પોલીસ તપાસને કિંગ ચાર્લ્સનું સંપુર્ણ સમર્થન

એપસ્ટિન ફાઇલ્સ જાહેર કરાયા બાદ પ્રથમવાર કિંગ ચાર્લ્સે એપસ્ટિન સાથેના એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરના સંબંધોના આરોપોની પોલીસ તપાસમાં બકિંગહામ પેલેસનું સંપુર્ણ સમર્થન જાહેર કર્યું છે. બકિંગહામ પેલેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સે આ મામલામાં પોતાના શબ્દો અને કાર્યવાહી દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે એપસ્ટિન સાથેના એન્ડ્રુના સંબંધો અને આરોપો અંગે તેઓ ઘણા ચિંતિત છે. આ મામલાની તપાસમાં જો થેમ્સ વેલી પોલીસ પેલેસનો સંપર્ક કરશે તો તેમને તમામ પ્રકારની મદદ કરવા કિંગ તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter