એન્ડ્રુના વિશેષ સલાહકાર રહેલા અમિત પટેલની પૂછપરછની સંભાવના

Tuesday 24th February 2026 11:55 EST
 

લંડનઃ જેફરી એપસ્ટિન સાથેના એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરના સંબંધોની તપાસ કરી રહેલી પોલીસ હવે તેમના સહયોગીઓ, વિશ્વાસપાત્ર વ્યક્તિઓ અને બિઝનેસની દ્રષ્ટિએ સંકળાયેલા લોકોની પણ પૂછપરછ કરશે. જેમાં એન્ડ્રુના સ્પેશિયલ એડવાઇઝર અમિત પટેલની પણ પૂછપરછ થઇ શકે છે. 2010માં એન્ડ્રુ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ માટે યુકેના વિશેષ પ્રતિનિધિ હતા ત્યારે અમિત પટેલ એન્ડ્રુના સહાયક હતા.

મેડિકલ ટેકનોલોજી અને ઇન્શ્યુરન્સમાં કામ કરવા માટે હેલ્થ સેક્ટરનો ત્યાગ કરનારા પૂર્વ સર્જન એવા અમિત પટેલ એન્ડ્રુની 300 કરતા વધુ મુલાકાત અને મિટિંગમાં સાથે રહ્યા હતા. હાલમાં અમિત પટેલ એક ઇન્શ્યુરન્સ કંપની ચલાવી રહ્યા છે અને એક ચેરિટીના બોર્ડના સભ્ય પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter