લંડનઃ સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિન સાથેની મિત્રતા દરમિયાન જાહેર હોદ્દા પર રહીને ગેરરિતી કરવાના આરોપ અને શંકામાં પોલીસે પીટર મેન્ડલસનની લંડનના નિવાસસ્થાન ખાતેથી ધરપકડ કરી હતી. જો કે મધરાત બાદ પોલીસે મેન્ડલસનને જામીન પર મુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી.
મેન્ડલસન પર આરોપ છે કે બિઝનેસ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં તેમણે એપસ્ટિનને સરકારના ઇ-મેલ અને બજાર અંગેની સંવેદનશીલ માહિતી મોકલી આપી હતી. જોકે મેન્ડલસન પોતે કશું ખોટું કર્યું નથી તેવું રટણ કરી રહ્યાં છે.
એપસ્ટિન કાંડમાં સામેલ પૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરની ધરપકડના થોડા દિવસ બાદ મેન્ડલસનની પણ રપકડ કરવામાં આવી હતી. એન્ડ્રુ પર પણ જાહેર હોદ્દા પર હતા ત્યારે એપસ્ટિનને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો આરોપ છે.
સરકારે જણાવ્યું છે કે માર્ચના પ્રારંભે લાખો દસ્તાવેજો જારી કરાશે પરંતુ તેમાં મેન્ડલસનના એપસ્ટિન સાથેના સંબંધો અંગે સ્ટાર્મર અને મેન્ડલસન વચ્ચેના સંદેશા વ્યવહારો સામેલ નહીં કરાય. પોલીસ તપાસ પૂરી થયા બાદ જ તે જારી કરવા અંગે નિર્ણય લેવાશે.


