એપસ્ટિન ફાઇલઃ એન્ડ્રુએ પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યાના પુરાવા

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ એન્ડ્રુની પૂછપરછ કરશે

Tuesday 30th December 2025 09:42 EST
 
 

લંડનઃ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક પછી એક હજારોની સંખ્યામાં જેફરી એપસ્ટિન સાથે સંકળાયેલી ફાઇલ જાહેર કરવામાં આવી રહી છે. સત્તાવાળાઓ દ્વારા એવો દાવો કરાયો છે કે આ ફાઇલોમાં બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરે એક પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના પુરાવા છે.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે યુકેના સત્તાવાળાઓને બે ક્રિમિનલ તપાસના સંદર્ભમાં એન્ડ્રુની પૂછપરછ કરી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવા જણાવવામાં આવ્યું છે. જો તેઓ સ્વેચ્છાએ આ પૂછપરછ માટે તૈયાર નહીં થાય તો તેમને શપથ અંતર્ગત ફરજિયાત પૂછપરછમાં સામેલ થવા ફરજ પડાશે. અમેરિકાના વકીલોનું માનવું છે કે તપાસ દરમિયાન એન્ડ્રુના મામલામાં કેટલીક ખામીઓ રહી ગઇ હતી.

એપસ્ટિન ફાઇલ્સઃ એન્ડ્રુ માઉન્ટબેટનની તસવીર પણ સામે આવી

અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી રહેલી એપસ્ટિન ફાઇલ્સમાં તાજેતરમાં તમામ રાજવી દરજ્જા ગુમાવી દેનાર એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસરની તસવીર પણ સામે આવી છે. એન્ડ્રુ પોતાના પર મૂકાયેલા તમામ આરોપોનો ધરાર ઇનકાર કરતા રહ્યા છે. ઓક્ટોબર 2025માં જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં એન્ડ્રુએ જણાવ્યું હતું કે, આરોપ મને હીઝ મેજેસ્ટી અને રોયલ ફેમિલીની કામગીરીમાંથી વિચલિત કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter