લંડનઃ જેના કારણે અસાયલમ હોટેલોની સામે દેશવ્યાપી દેખાવો ફાટી નીકળ્યા હતા તે ઇથિયોપિયન રાજ્યાશ્રયવાંચ્છુ 38 વર્ષીય હદુસ કિતાબુને એસેક્સના એપિંગની અસાયલમ હોટેલ નજીક 14 વર્ષની સ્કૂલ ગર્લ અને એક મહિલા પર સેક્સ્યુઅલ હુમલો કરવા માટે 12 મહિના કેદની સજા ફટકારવામાં આવી છે. 7 જુલાઇના રોજ હદુસે સગીરાને એપિંગમાં આવેલી બેલ હોટલમાં આવી આફ્રિકન બાળકો પેદા કરવાનું આમંત્રણ આપ્યું હતું. અદાલતે તેને કોર્ટ ફી પેટે 650 પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો હતો.
કિબાતુને સજાની સુનાવણી કરતાં ડિસ્ટ્રિક્ટ જજ ક્રિસ્ટોફર વિલિયમ્સે જણાવ્યું હતું કે, તેના અપરાધના કારણે અન્ય રાજ્યાશ્રયવાંચ્છુઓ પર વિપરિત અસરો થઇ હતી. કિતાબુની સજાનો અમલ તાત્કાલિક અસરથી કરાશે.


