લંડનઃ એપ્રિલથી પાણી અને ગટરના બિલમાં વધારો થવા જઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પાણી અને ગટરના બિલમાં 6 ટકા સુધીનો વધારો થશે એટલે કે 27 પાઉન્ડના વધારા સાથે પાણી અને ગટરના બિલ 473 પાઉન્ડ પર પહોંચી જશે. સ્કોટલેન્ડમાં પાણી અને ગટરના બિલમાં 8.8 ટકાનો વધારો થવા જઇ રહ્યો છે તેથી વાર્ષિક બિલમાં 36 પાઉન્ડ સુધીનો વધારો થશે.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વેસેક્સ વોટર અને એન્ગલિયન વોટર કંપનીઓના બિલ સૌથી વધુ અનુક્રમે 548 અને 529 પાઉન્ડ રહેશે. જેની સામે સૌથી ઓછું બિલ 422 પાઉન્ડ નોર્થઅમ્બ્રાયન કંપનીના ગ્રાહકોનું રહેશે. ગટરના પાણી નદીઓમાં ઠાલવવાના મુદ્દે પાણી કંપનીઓ પર તવાઇ વધી છે. બીજીતરફ થેમ્સ વોટર કંપની આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે.
2024-25 માટે કઇ કંપનીનું કેટલું બિલ આવશે - સરેરાશ 473 પાઉન્ડ
વેસેક્સ – 548 પાઉન્ડ
એન્ગલિયન – 529 પાઉન્ડ
વેલ્શ – 492 પાઉન્ડ
સાઉથ વેસ્ટ – 486 પાઉન્ડ
યુનાઇટેડ યુટિલિટિઝ – 481 પાઉન્ડ
સધર્ન વોટર કંપની – 479 પાઉન્ડ
થેમ્સ વોટર કંપની – 471 પાઉન્ડ
યોર્કશાયર – 467 પાઉન્
સેવર્ન ટ્રેન્ટ – 438 પાઉન્ડ
હાફ્રેન કંપની – 433 પાઉન્ડ
નોર્થઅમ્બ્રાયન – 422 પાઉન્ડ