એપ્રિલ 2025થી યુકેમાં એનઆરઆઇએ વધુ ટેક્સ ચૂકવવો પડશે

નવા કર પ્રસ્તાવમાં નોન ડોમિસાઇલ કર લાભનો અંત

Tuesday 16th April 2024 10:35 EDT
 

લંડનઃ 6 એપ્રિલ 2025થી યુકેમાં અમલમાં આવી રહેલા નવા કર માળખાને કારણે ઘણા બિન નિવાસી ભારતીયો અને નવા માઇગ્રન્ટ માટે સ્થિતિ ખરાબ થશે. નવું કર માળખું 200 વર્ષ જૂની બ્રિટિશ ટેક્સ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ લાવશે. નવા કર માળખાને કારણે કર બોજમાં વધારો થશે.

છેલ્લા એક મહિનાથી કર નિષ્ણાતો અને વકીલો લંડનમાં તેમના સમકક્ષો પાસેથી માહિતી મેળવવા લંડનની મુલાકાત લઇ રહ્યાં છે જેથી એનઆરઆઇ પરના કરબોજને ઘટાડવા પ્લાનિંગ કરી શકાય. સ્પ્રિંગ બજેટમાં ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા યુકેના રહેવાસીઓને મળતા નોન ડોમિસાઇલ કર લાભનો અંત લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલ એનઆરઆઇની ભારતમાં થતી આવક પર યુકેમાં કોઇ ટેક્સ વસૂલવામાં આવતો નથી. 

આ કર રાહતપહેલા 15 વર્ષ માટે આપવામાં આવે છે ત્યારબાદ વ્યક્તિ યુકેનો કાયમી રહેવાસી બની જતાં તેની વિશ્વભરમાંથી થતી આવક પર યુકેમાં ટેક્સની વસૂલાત કરાય છે. પરંતુ હવે યુકેમાં નવા આવતા વિદેશી રેસિડેન્ટ માટે પહેલા 4 વર્ષ જ  આ કર રાહત રહેશે. પાંચમા વર્ષથી તેણે વિશ્વભરમાંથી થતી આવક પર યુકેમાં ટેક્સ ચૂકવવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter