એપ્રિલ 2027થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એનર્જી ડ્રિંક્સ વેચવા પર પ્રતિબંધ

રેડ બુલ, મોન્સ્ટર, રિલેન્ટલેસઅને પ્રાઇમ જેવા અત્યંત લોકપ્રિય એનર્જી પ્રતિબંધના દાયરામાં આવશે, ઉલ્લંઘન કરનારને 2500 પાઉન્ડ સુધીના દંડની જોગવાઇ

Tuesday 21st July 2026 10:35 EDT
 
 

લંડનઃ સરકારે બાળકોની આરોગ્ય સુરક્ષા અંતર્ગત એક મોટો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે આગામી એપ્રિલ મહિનાથી ઇંગ્લેન્ડમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ કેફીન ધરાવતા એનર્જી ડ્રિંક્સ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે. નવા નિયમો અંતર્ગત પ્રતિ લીટર 150 મિલીગ્રામથી વધુ કેફીન ધરાવતા પીણાંઓ હવે દુકાનો, રેસ્ટોરાં, કેફે, વેન્ડિંગ મશીન તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ પર સગીરોને વેચી શકાશે નહીં.

આ નવા કાયદાની મર્યાદામાં રેડ બુલ, મોન્સ્ટર, રિલેન્ટલેસ અને પ્રાઇમ જેવા અત્યંત લોકપ્રિય એનર્જી ડ્રિંક્સ આવશે. જોકે, ચા, કોફી અને ડાયેટ કોક જેવા ઓછા કેફીન ધરાવતા સોફ્ટ ડ્રિંક્સને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પબ્લિક હેલ્થ મિનિસ્ટર શેરોન હોજસને આ ઐતિહાસિક પગલા અંગે જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ દેશના બાળકોની આગામી પેઢીને અત્યાર સુધીની સૌથી તંદુરસ્ત પેઢી બનાવવા માટેની અમારી મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સંસદની મંજૂરી બાદ સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા આ નિયમોનો કડક અમલ કરવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર વેપારીઓ કે વ્યવસાયોને 2500 પાઉન્ડ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter