લંડન
45થી 70 વર્ષના લોકોને તેમને મળનારું સ્ટેટ પેન્શન વધારી શકાય કે કેમ તે ચકાસવાની અપીલ કરવામાં આવી રહી છે. જો તમે સ્ટેટ પેન્શનની સંપુર્ણ રકમ મેળવવા ઇચ્છો છો અને જો તમે નેશનલ ઇન્શ્યુરન્સમાં યોગદાનમાં ચૂકી ગયેલા હપ્તા ચૂકવવા માગો છો તો તમને 35 વર્ષ લાગી શકે છે. બેરોજગારી, ઓછી આવક અથવા તો સ્વરોજગારીના કારણએ ઘણીવાર લોકો આ હપ્તા ચૂકવવામાં ચૂક કરી બેસે છે. તેથી જો તમારે પણ આવી કોઇ ચૂક થઇ હોય તો તમે સરકારની વેબસાઇટ પર જઇને તેની તપાસ કરી શકો છો. આ માટે તમે ચૂકી ગયેલા વર્ષ માટે 800 પાઉન્ડની ચૂકવણી કરી શકો છો. આ ભલે મોટી રકમ લાગતી હોય પરંતુ નિવૃત્તિના સમયમાં તગડું પેન્શન મેળવી શકાય છે.
જોકે હવે એપ્રિલ 2023થી નિયમોમાં બદલાવ થઇ રહ્યો છે. તમે વીતેલા 6 વર્ષ માટે જ ચૂકી ગયેલા હપ્તાની ચૂકવણી કરી શકો છો. તેથી એપ્રિલ પહેલાં આ ચૂકવણી થઇ જવી ઘણી જરૂરી છએ. અત્યારે તમે 2006 પહેલાંના કોઇપણ ચૂકી ગયેલા હપ્તાની ચૂકવણી કરી શકો છો પરંતુ એપ્રિલ 2023થી 6 વર્ષની મર્યાદા લાગુ થઇ જશે. તેની પહેલાના ચૂકી ગયેલા હપ્તાની ચૂકવણી કરી શકાશે નહીં.


