એપ્રિલથી કાઉન્સિલ ટેક્સમાં સરેરાશ £૭૦નો વધારો

Tuesday 25th February 2020 09:29 EST
 

લંડનઃ આગામી એપ્રિલથી દસમાંથી નવ મોટી લોકલ ઓથોરિટીના કાઉન્સિલ ટેક્સમાં ફુગાવાના દર કરતાં બમણો સરેરાશ ૭૦ પાઉન્ડનો વધારો થશે. સોશિયલ કેરની જવાબદારી ધરાવતી ૧૩૩માંથી ૧૧૬ કાઉન્સિલના ટેક્સમાં ૪ ટકાનો વધારો થશે, જે ફુગાવાના ૧.૮ ટકા દરથી બમણો હોવાનું કાઉન્ટી કાઉન્સિલ નેટવર્કના સર્વેમાં જણાયું હતું.

બેન્ડ D પ્રોપર્ટીમાં ૭૦ પાઉન્ડના વધારા સાથે સરેરાશ બિલ ૧,૮૮૯ પાઉન્ડ થશે. ઈસ્ટ સસેક્સના વીલ્ડન અને લેવિસ, નોટિંગહામશાયરના નેવાર્ક અને શેરવુડ તથા ડોરસેટ, નોટિંગહામ, હાર્ટલપૂલ અને રુટલેન્ડમાં આ પ્રોપર્ટીનું બિલ ૨,૦૦૦ પાઉન્ડથી ઉપર થશે.

કાઉન્સિલોએ જણાવ્યું હતું કે ટેક્સ વધારો કરવા છતાં તેમને ૨૦૨૫ સુધી ૧૯.૧ બિલિયન પાઉન્ડનો ફંડિંગ ગેપ ભોગવવો પડશે. તેના દબાણ હેઠળ કાઉન્સિલોએ મિલ્સ ઓન વ્હીલ્સ, યુથ સેન્ટર્સ અને સ્યોર સ્ટાર્ટ એજ્યુકેશન સેન્ટર્સ જેવી સુવિધાઓમાં કાપ મૂકવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter