એપ્રિલથી કાર ટેક્સ, ડાઈવોર્સ સહિત નવા કાયદા અમલી

Tuesday 15th March 2022 17:11 EDT
 
 

લંડનઃ યુકેમાં 2022ના એપ્રિલ મહિનાથી કાર ટેક્સ, ડાઈવોર્સ અને વેજીસ સહિત નવા કેટલાક કાયદા અમલમાં આવી રહ્યા છે.

તમારો કાર ટેક્સ શૂન્ય રહેશઃ. જો કારના CO2 એમિશન્સ પ્રતિ કિ.મી. 1થી 50 ગ્રામની વચ્ચે હશે તો કાર ટેક્સનો દર 155થી વધી 165 પાઉન્ડ થશે. પરંતુ, તમારા પ્રથમ વર્ષનો દર 10 પાઉન્ડ જ રહેશે. તમે કેટલી ચૂકવણી કરવા માગો છો તેના પર પણ આધાર રહેશે. જો તમે માસિક અથવા છ માસિક ચૂકવણી કરશો તો 5 ટકાનો સરચાર્જ પણ ચૂકવવો પડશે. યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી કારના માલિકે ટેક્સ ચૂકવ્યો છે કે નહિ તેની દર મહિને ચકાસણી પણ કરાશે. જો વાહનનો ટેક્સ નહિ ભરાયો હોય અને રોડ પર ચાલતું ન હોવાનું (SORN) જાહેર કરાયું નહિ હોય તો DVLA કારમાલિકને 80 પાઉન્ડનો દંડ કરશે. જો આ દંડ 28 દિવસમાં ભરી દેવાશે તો 50 ટકા ડિસ્કાઉન્ટ મળવાને પાત્ર ગણાશે.

ડાઈવોર્સ એક્ટમાં કેટલાક સુધારાઃ આ વર્ષે 6 એપ્રિલથી ડાઈવોર્સ, ડિઝોલ્યુશન એન્ડ સેપરેશન એક્ટ 2020માં કેટલાક સુધારા અમલી બનવાના છે. સરકાર ડાઈવોર્સ લેનારા કપલ્સ વચ્ચે સંઘર્ષ ઘટાડવા માગે છે. આ માટે, જીવનસાથીના વર્તન સામે આક્ષેપોની ક્ષમતા દૂર કરાશે, કપલ્સ સંયુક્તપણે લગ્નનો અંત લાવી શકશે તેમજ દંપતીઓ નિર્ણયની ફેરવિચારણા કરી શકે તે આશય સાથે ડાઈવોર્સ પ્રક્રિયાના આરંભ અને કંડિશનલ ઓર્ડર માટેની અરજી વચ્ચે ઓછામાં ઓછાં 20 સપ્તાહનો ગાળો રાખવામાં આવશે. ડાઈવોર્સને પડકારવાના ગ્રાઉન્ડ્સ પણ મર્યાદિત બનાવી દેવાશે. નવા ફેરફારો આવી રહ્યા છે ત્યારે હાલ અપાતી ઓનલાઈન સર્વિસ 31 માર્ચ 2022થી બંધ કરી દેવાશે.

પોસ્ટ ઓફિસ કાર્ડ એકાઉન્ટ્સને પેમેન્ટ નહિઃ HMRC 5 એપ્રિલથી પોસ્ટ ઓફિસ કાર્ડ એકાઉન્ટ્સને પેમેન્ટ કરવાનું બંધ છે જેના પરિણામે ડાઈવોર્સ પ્રોસિડિંગ્સ, કરની ચૂકવણી તેમજ સરકાર પાસેથી નાણા મેળવવા ક્ષેત્રોમાં કાયદા બદલાઈ જશે. આ કાયદાઓની બિઝનેસીસ અને લાખો લોકોની રોજબરોજની જીંદગી પર અસર થશે.

વ્હીકલ એક્સાઈઝ ડ્યૂટી (VED) દરમાં વધારોઃ કાર ટેક્સ તરીકે પણ ઓળખાતા VED દર રીટેલ પ્રાઈસ ઈન્ડેક્સને સુસંગત વધશે. જોકે, તેનો આધાર તમારી કારના એમિશન્સ પર રહેલો છે. જો તમારી કાર CO2 નહિ છોડતી હોય તો કરી દેશે. આશરે 7500 ગ્રાહકોએ પોતાના નવા ખાતાઓની વિગત HMRC ને આપવી પડશે. ગ્રાહકો પોતાના બેનિફિટ્સની ચૂકવણી બેન્ક, બિલ્ડિંગ સોસાયટી અથવા ક્રેડિટ યુનિયન એકાઉન્ટમાં કરાવી શકશે. કોઈ વૈકલ્પિક એકાઉન્ટ હોય તો HMRC ને જાણ કરવાની રહેશે. જો ગ્રાહક 5 એપ્રિલની સમયમર્યાદા ચૂકી જાય તો ગ્રાહક નવા ખાતાની વિગતો ન આપે ત્યાં સુધી તેમના પેમેન્ટ્સ મુલતવી રખાશે.

એમ્પ્લોયર્સે વર્કર્સના વેતન વધારવા પડશેઃ લો પે કમિશન દ્વારા 2022માં લઘુતમ અને લિવિંગ વેતન કેટલું રહેવું જોઈએ તેની ભલામણ સરકારને કરી છે. સરકારે ભલામણ સ્વીકારી લેતા એમ્પ્લોયર્સ 1 એપ્રિલ, 2022થી નવા દરથી ઓછું વેતન ચૂકવી શકશે નહિ. નવા લિવિંગ વેજ અને મિનિમમ વેજની માહિતી gov.uk પરથી મેળવી શકાશે.

પ્લાસ્ટિક પેકેજિંગ માટે નવો ટેક્સઃ નવો પ્લાસ્ટિક પેકેજિંગ ટેક્સ1 એપ્રિલ, 2022થી અમલમાં આવનાર છે. યુકેમાં ઉત્પાદિત કરાતા અથવા યુકેમાં આયાત કરાતા પ્લાસ્ટિક પેકેજિંગમાં ઓછામાં ઓછાં 30 ટકા રિસાઈકલ્ડ પ્લાસ્ટિક ન હોય તેને આ કાયદો લાગુ પડશે. આનાથી પ્લાસ્ટિક પેકેજિંગમાં રિસાઈકલ્ડ પ્લાસ્ટિકના ઉપયોગને પ્રોત્સાહન મળશે. આ ટેક્સનો દર પ્લાસ્ટિક પેકેજિંગના મેટ્રિક ટન દીઠ 200 પાઉન્ડનો રહેશે.

કોર્પોરેશન ટેક્સમાં ફેરફારઃ કોર્પોરેશન ટેક્સ ચૂકવતી કંપનીઓ અને ઈન્કોર્પોરેટ નહિ કરાયેલી સંસ્થાઓ માટે કેટલાક ફેરફાર1 એપ્રિલ, 2022થી અમલમાં આવી રહ્યા છે. HMRC દ્વારા 1 એપ્રિલ, 2022થી શરૂ થતાં નાણાકીય વર્ષ માટે નોન-રિંગ- ફેન્સ્ડ પ્રોફિટ્સ પર 19 ટકાનો કોર્પોરેશન ટેક્સ સ્થાપિત કર્યો હતો. હવે 1 એપ્રિલ, 2023થી 250,000 પાઉન્ડથી વધુ પ્રોફિટ માટે ટેક્સનો દર વધારીને 25 ટકા કરવામાં આવશે. જે કંપનીઓનો પ્રોફિટ 50,000 પાઉન્ડ કે તેથી ઓછો હશે તેમના માટે સ્મોલ પ્રોફિટ્સ રેટ (SPR) રખાશે જેથી તેઓ 19 ટકા દરથી કોર્પોરેશન ટેક્સ ચૂકવવાનું ચાલુ રાખી શકે.

કાઉન્સિલ ટેક્સનું રિબેટઃ ઈંગ્લેન્ડના પરિવારોને તેમની સ્થાનિક કાઉન્સિલ સાથે સીધા જ ડેબિટની વ્યવસ્થા કરી લેવા જણાવાયું છે જેથી 150 પાઉન્ડનું કાઉન્સિલ ટેક્સ રિબેટ તેમના બેન્ક એકાઉન્ટમાં જ જમા થઈ શકે. જે લોકો ડાયરેક્ટ ડેબિટથી કાઉન્સિલ ટેક્સ ભરતા નથી તેમનો સંપર્ક તેમની કાઉન્સિલ દ્વારા કરાશે અને રિબેટનો ક્લેઈમ કરવાની સલાહ અપાશે.

રેડ ડિઝલ અને બાયોફ્યુલ્સ ગેરકાયદેઃ 1 એપ્રિલથી રેડ ડિઝલ અને રિબેટેડ બાયોફ્યુલ્સ ગેરકાયદે બની જશે. તેની મુખ્ય અસર બુલડોઝર્સ અને ક્રેન સહિતના ઓફ-રોડ વાહનોના વપરાશકારોને થશે. યુકેને તેના 2050ના ક્લાઈમેટ કમિટમેન્ટ્સને પહોંચી વળવામાં મદદ મળે તે માટે આ ફેરફાર કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter